Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

આજની સ્થિતિ મારા પિતાની ફિલ્મ ‘શ્રી ૪૨૦’ યાદ અપાવે છે: ઋષિ કપૂર

મુંબઈ: બોલિવૂડનાં પીઢ એક્ટર રિશિ કપૂર પોતાની વાત રજૂ કરવાની બેબાકી માટે જાણીતા છે. ટ્વિટર પર રિશિ કપૂર હમેશા એક્ટિવ જોવા મળતા હોય છે ત્યારે ફરી તેમની એક ટ્વિટ ખબરમાં આવી છે. તેમણે પોતાની ટ્વિટથી ઈન્ડિયાની હાલની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ટ્વિટથી સરકાર પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે’આજની સ્થિતિ મારા પિતાની ફિલ્મ ‘શ્રી ૪૨૦’ યાદ અપાવે છે. આજે પણ દગાખોરીનો ધંધો જોવા મળી રહ્યો છે. સરકારી સમિતિઓ અને બેન્કનાં ઉચાપતો. તે ઉચાપતો કરનારને પકડો. તેમને સજા ફટકારો. સાચા માણસોને હક આપો.

(5:44 pm IST)