Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

આઇફા એવોર્ડ -ર૦૧૯: આલિયા ભટ્ટ બેસ્ટ અભિનેત્રી, રણવીરસિંહ શ્રેષ્ઠ અભિનેતા

સારા અલી ખાન અને ઇશાન ખટ્ટર બેસ્ટ ડેબ્યુ એવોર્ડથી સન્માનિત

મુંબઇ તા.ર૧ : મુંબઇમાં ગઇ કાલે આયોજિત આઇફા એવોર્ડ ર૦૧૯ માં બોલિવુડના તમામ કલાકારોએ જબરદસ્ત પર્ફોમન્ન્સ આપ્યું પરંતુ શોમાં અસલી મજા ત્યારે આવી જયારે કેટલાય બોલિવુડ કલાકારોને તેમની દમદાર એકિટંગ માટે એવોર્ડથી નવાજવામાં આવ્યા.

 

આઇફામાં રણવીરસિંહને 'પદ્મવત' ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો આલિયા ભટ્ટને 'રાઝી' ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો આ સાથે જ બેસ્ટ સપોટીંગ કલાકારોમાંં વી.કે. કૌશલને 'સંજુ'  ફિલ્મ માટે, જયારે અદિતિ રાવ હૈદરીને 'પદ્મત' માટે એવોર્ડ મળ્યા. બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ 'અંધાધુન' માટે શ્રીરામ રાઘવનને મળ્યો સારા અલી ખાનને 'કેદારનાથ' માટે બેસ્ટ ડેબ્યુ એવોર્ડથી નવાજવામાં આવી, જયારે બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ 'ધડક' માટે અભિનેતા ઇશાન ખટ્ટરના ફાળે ગયો. બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ને મળ્યો જયારે બેસ્ટ લિરિકસનો એવોર્ડ 'ધડક' માટે અમિતાભ ભટ્ટાચાર્યને મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ 'રાત્રી' ફિલ્મના 'એ વનત' સોંગ માટે અરિજિતસિંહને મળ્યો.

આઇફા સ્પેશ્યિલ એવોર્ડ

 છેલ્લા ર૦ વર્ષમાં બેસ્ટ અભિનેત્રીનો  એવોર્ડ દીપીકા પદુકોણને મળ્યો.

 છેલ્લા ર૦ વર્ષમં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ રણબીર કપુરને મળ્યો.

 ઋત્વિક અને અમિષા પટેલની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' ને ર૦ વર્ષની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો.

 રાજકુમાર હિરાનીને છેલ્લા ર૦ વર્ષ બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ મળ્યો.

 પ્રીતમને ર૦ વર્ષમાં બેસ્ટ મ્યુઝિક આપવાનો એવોર્ડ મળ્યો.

(4:02 pm IST)