Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સુરજ પંચોલી સાથે મુરાદ ખેતાનીની ફિલ્મમાં રોમાન્સ કરતી નજરે પડશે રિયા ચક્રવતી

મુંબઈ:ફિલ્મ હિરોથી બોલીવુડ કરીયરની શરુઆત કરનાર અભિનેતા સુરજ પંચોલી હવે મુબારકાં ફિલ્મના પ્રોડયુસર મુરાદ ખેતાનીની આગામી ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં સુરજ સાથે વર્ષ ૨૦૧૭માં રીલીઝ થયેલ બેંકચોર ફિલ્મની અભિનેત્રી રીયા ચક્રવર્તી નજરે પડશે. જોકે, આ ફિલ્મનુ નામ હજી જાહેર કરાયુ નથી.આ ફિલ્મની વાર્તા એ સૈનિકોની આસપાસ ફરતી હશે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની યાત્રા પર છે. આ ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે સુરજ પંચોલી આકરી ટ્રેનિંગ લઈ રહ્યો છે અને તેણે પોતાની હેરસ્ટાઈલ પણ સૈનિક જેવા કરાવ્યા છે. ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરના અંત સુધી કાશ્મીરમાં શરુ કરવામાં આવશે. આ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી રીયા ચક્રવર્તી મુકેશ ભટ્ટની જલેબી ફિલ્મમાં પણ નજરે પડશે. પુષ્પદીપ ભારદ્વાજના નિર્દેશનમાં બનનાર આ ફિલ્મમાં ટેલીવિઝન દુનિયાની જાણીતી અભિનેત્રી દિગાંગના સુર્યવંશી પણ નજરે પડશે. મહત્વનુ છે કે, રીયા ચક્રવર્તીએ એક તેલુગુ ફિલ્મ પણ કરી હતી. જોકે ત્યારબાદ તેણે બોલીવુડ કારકિર્દીની શરુઆત ફિલ્મ મેરે ડેડ કી મારુતિથી કરી હતી.

(5:04 pm IST)