Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'પટાખા'માં મલાઈકા અરોરાનું આઈટમ સોન્ગ

મુંબઈ:ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ પટાખામાં લાંબા સમય બાદ મલાઇકા અરોરા વિશેષ આઇટમ સોંગમાં અભિનેતા સુનીલ ગ્રોવર સાથે ઠૂમકા લગાવતી જોવા મળવાની છે. ફિલ્મ પટાખાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ પટાખા લેખક ચરણસિંહ પથિકની શોર્ટ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના એક નાના ગામની બે બહેનો પર બની છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદનન લીડ રોલમાં છે. હંમેશાં એકબીજા સાથે લડતી બંને બહેનોના લગ્ન એક જ ઘરમાં થઈ જાય છે. ફિલ્મોમાં બીડી જલઈ લે, નમક ઇશ્ક કા જેવા હિટ આઇટમ સોંગ આપનાર વિશાલ ભારદ્વાજે મલાઇકા માટેના ગીતની વિશેષ તૈયારી કરી છે.માધુરી દીક્ષિતની સરખામણી ઘણી વખત લેડી લેજેન્ડ મધુબાલા સાથે થતી રહી છે. જેના માટે માધુરી હાલમાં રિયાલિટી શો ‘ડાન્સ દીવાના’માં જજ તરીકે જોવા મળી રહી છે. આ શોમાં ડાન્સિગ દીવા માધુરીએ મુગલ-એ-આઝમ ફિલ્મના મધુબાલાના આઇકોન સોન્ગ મોહે પનઘટ પરનું રિક્રિએટ કર્યું છે. જેમાં તેની ખૂબસૂરતી જોવા મળી રહી છે.માધુરીએ સ્ટેજ પર જે રીતે મધુબાલાનો લુકમાં લાલ-પીળા લહેંગો પહેરીને એન્ટ્રી કરી છે કે ત્યાં હાજર લોકો હેરાન થઈ ગયા છે. સોશ્યિલ મીડિયા પર માધુરીના ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. માધુરી રિયાલિટી શોની સાથે સાથે ટોટલ ધમાલ ફિલ્મની પણ તૈયારી કરી છે. જે ડિસેમ્બર 2018માં રિલીઝ થવાની વાતો સામે આવી રહી છે.

(5:03 pm IST)