Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

દીપિકા પાદુકોણની આ નાનકડી Neon બેગની કિંમત છેઃ ૧.૧૬ લાખ

મુંબઇ, તા.૨૧: બોલિવૂડની ટોચની એકટ્રેસ દીપિકા પાદુકોણ અવારનવાર પોતાની સ્ટાઈલ, ફેશન અને આઉટફીટ ચાઙ્ખઈસને કારણે ચર્ચામાં રહે છે. પછી ભલે તે દીપિકાનો બાર્બી ઈન્સ્પાયર્ડ મેટ ગાલા લુક હોય, બ્લેક એન્ડ વ્હાઈટ બિગ બો વાળો કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯ લુક કે પછી નિયોન કલરના રફલ અને ફ્રિલ વાળો લુક દીપિકા દરેક વખતે ચર્ચા મેળવે છે.આ વખતે દીપિકાઓ પોતાના લુકને કારણે નહીં પણ નાનકડી બેગને કારણે ચર્ચા મેળવી છે. કરીના કપૂર, સોનમ કપૂર અને આલિયા ભટ્ટની જેમ જ દીપિકા પણ બ્રાન્ડ કોન્શિયસ છે અને અવારનવાર મોંદ્યી હેન્ડબેગ્સ અને એકસેસરીઝ કેરી કરતી દેખાય છે. થોડા દિવલ પહેલા દીપિકા એરપોર્ટ ઓવરસાઈઝડ શર્ટ, બ્લેક લેગિંગ્સ, બેઝ કલરના ઓવરકોટ અને વ્હાઈટ સ્પોર્ટ્સ શૂઝમાં જોવા મળી.

પણ બધાનું ધ્યાન જે વસ્તુએ ખેંચ્યું તે હતી દીપિકાની નિયોન કલરની નાનકડી બેગ. સ્નેકસ્કિન ડિઝાઈનવાળી આ સ્લિંગ બેગની કિંમત ૧ લાખ ૧૬ હજાર રૂપિયા છે. પોતાના એરપોર્ટ લુક પહેલા પણ દીપિકા કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બ્લેક કલરના ગાઉન સાથે આ બેગ કેરી કરતી દેખાઈ હતી.

(3:46 pm IST)
  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST

  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • બનાસકાંઠામાં હાહાકાર...એક સાથે ૪ હત્યાઃ કુડા ગામે ૨૧ લાખ રૂપિયાના વિવાદમાં ચાર જીવ લેવાયા access_time 11:35 am IST