Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પતિને કારણે વજન ઘટાડવામાં મદદ મળી દિપીકા કક્કડને

ટીવી પરદે બિગ બોસ-૧૩માં વિજેતા બનેલી દિપીકા કક્કડે સસુરાલ સિમર કા શો થકી નામના મેળવી હતી. હવે તે નવા શો 'કહાં હમ કહાં તુમ'માં હિરોઇનનો રોલ નિભાવી રહી છે. આ રોલ માટે દિપીકાએ ખાસ વજન ઘટાડ્યું છે. દિપીકાએ કહ્યું હતું કે પતિ શોએબે મને વજન ઘટાડવા માટે ખુબ મદદ કરી હતી. તે સતત મારી સાથે ઉભો રહેતો હતો અને મને કસરતમાં મદદ કરતો હતો. શોએબ મને સતત એ વાત યાદ અપાવતો હતો કે આ શોના સોનાક્ષીના રોલ માટે મારે વજન ઓછુ કરવું જ પડશે. બિગ બોસના ઘરમાં ભોજનથી દુર રહ્યા પછી બહાર આવીને વજન વધી જાય એટલી હદ સુધી ભોજન લીધુ હતું. પણ હવે હું સખ્ત ડાયેટનું પાલન કરી રહી છું અને શો માટે વજન પણ ઓછુ થઇ ગયું છે. કહાં હમ કહાં તુમમાં દિપીકા સાથે કરણ મુખ્ય રોલમાં છે. તે ડોકટરનો રોલ નિભાવી રહ્યો છે. ૧૭મીથી આ શો શરૂ થયો છે.

 

(10:08 am IST)