Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લે બોલ :ધડક માટે જ્હાનવીએ વધારવું પડ્યું હતું વજન

મુંબઈ :બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડકના ટ્રેલર અને ટાઇટલ સોંગને જોરજાર રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ 20 જુલાઇએ રજૂ થઇ રહી છે.ત્યારે એક એવી વાત બહાર આવી છે કે  આ ફિલ્મ માટે જ્હાનવીએ વજન ઘટાડવું નહીં, વધારવું પડ્યું હતું

 . શ્રીદેવીની મોટી દીકરી અત્યંત પાતળી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા ડિરેક્ટર શશાંક ખેતાને રોલમાં ફિટ બેસવા માટે તેને વજન વધારવા જણાવ્યું હતું. આ કારણે તે કાયમ ખાતી રહેતી હતી.

(10:55 pm IST)