Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પેરિસમાં 60મો જન્મદિવસ ઉજવાશે નીતુ સિંહ કપૂર

મુંબઈ:નીત સિંહ કપૂર ૮મી જુલાઇએ પોતાનો ૬૦મો જન્મદિવસ મનાવશે. નીતુના પરિવારે આ ખાસ દિવસ પેરિસમાં ઊજવવાની યોજના ઘડી છે. જેમાં તેની સાથે તેની પુત્રી રિદ્ધિમા,પતિ પત્ની અને દીકરી સામરા હશે. સંપૂર્ણ ટુરની બાગડોર રિશીના ્હાથમાં હશે. નીતુ સાસુ સાથે પેરિસમાં ૮ જુલાઇએ કેક કટિંગ કરશે. સૂત્રની વાત સાચી માનીએ તો, '' નીતુના ૬૦ વરસની ઊજવણી ની સંપૂર્ણ જવાબદારી રિશીએ લીધી છે. એ  સ્વયં  આ કામ પર નજર રાખશે. જન્મદિવસના દિવસે પરિવારે એક સપ્રાઇઝનો પણ પ્લાન કર્યો છે. જોકે આ ટુરની શરૃઆત ૨૯ જુનના રોજ રણબીરની ફિલ્મ 'સંજુ રીલિઝ થાય પછી ૩૦ તારીખથી શરૃ થશે. નીતુ ૩૦મી જુને પુત્રી રિદ્ધીમા, જમાઇ ભારત અને દોહિત્રી સમારા સાથે પાંચ દિવસના વેકેશન પર પેરિસ જવા નીકળશે. એ પછી  ૬ જુલાઇએ રિશી માતા કૃષ્ણા કપૂર સાથે પેરિસ પહોંચશે.નીતુની ઇચ્છા છે કે તેના આ ખાસ દિવસે કેક કટિંગ વખતે તેની સાસુ કૃષ્ણા રાજ કપૂર તેની સાથે હોય. રણબીર હાલઅયાન મુખર્જીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે સમય કાઢીને માતા પાસે પહોંચી જશે. જોકે આ ઊજવણીમાં આલિયા ભટ્ટ હશે કે નહીં તે જાણવા મળ્યું નથી. જો આલિયા રણબીર સાથે શૂટિંગ ન હોય તો આ ખુશીના પ્રસંગે પરિવાર સાથે જોડાય તેવી શક્યતા છે. આલિયાના જન્મદિને નીતુ બર્લગારિયા પહોંચી ગઇ હતી. તેથી આલિયા પણ નીતુને શુભેત્છા આપવા જાય તેવી શક્યતા છે.

 

 

(4:00 pm IST)