Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ફિલ્મ બ્રહ્માસ્ત્રના મુદ્દે ખૂબ ઉત્તેજિત રણબીર કપૂર

મુંબઈ:અભિનેતા રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ ભારતના પહેલવહેલા સુપરહીરોની ફિલ્મ બ્રહ્માસ્ત્રના મુદ્દે ખૂબ ઉત્તેજિત હોવાનું જાણવા મલ્યું હતું. જો કે આવતા સપ્તાહે એેની સંજુ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. નિર્માતા વિધુ વિનોદ ચોપરા અને નિર્દેશક રાજકુમાર હીરાણી નિર્દેશિત ફિલ્મ સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ છે. રણબીર કપૂરે ફિલ્મમાં સંજય દત્તને જીવંત કર્યો છે. જો કે આજકાલ બ્રહ્માસ્ત્ર વિશે વધુ ઉત્તેજિત છે. કરણ જોહરની ટ્રિલોજીની પહેલી કડીનું નિર્દેશન રણબીરનો દોસ્ત ફિલ્મ સર્જક અયાન મુખરજી કરી રહ્યો છે. ફિલ્મમાં એની સાથે આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યાં છે. ફિલ્મના પહેલા શિડયુલનું શૂટિંગ બલ્ગેરિયામાં પૂરું થઇ ગયું હતું. હાલ એનું મુંબઇ શિડયુલ ચાલી રહ્યું છે. બ્રહ્માસ્ત્રને આવતા વર્ષના સ્વાતંત્ર્ય દિનની આસપાસ રજૂ કરવાની કરણની યોજના છે. રણબીરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ફિલ્મને તમે સુપરહીરો ફિલ્મ કહી શકો નહીં. વાસ્તવમાં એક એવી રોમાન્ટિક સ્ટોરી છે જેમાં કથાનાયક સુપરનેચરલ પાવર્સ ધરાવે છે. એથી વધુ કશું નહીં. એટલે ફિલ્મને તમે હોલિવૂડની સુપરમેન કે સ્પાઇડર મેન જેવી સુપરહીરો ફિલ્મ કહી શકો નહીં. પહેલી કડીનો ધી એન્ડ આવે ત્યારે ઓડિયન્સને ખ્યાલ આવી જશે કે વાર્તા પૂરી થઇ નથી. એટલે બીજી અને ત્રીજી કડી જોવાની ઉત્કંઠા જાગશે.

(3:58 pm IST)