Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

બાળ ઠાકરેની ભૂમિકા મારા માટે જીવનભરનો અનુભવઃ નવાઝૂદીન

મુંબઇ : શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે પર બની રહેલી બાયોપિકમાં નવાઝૂદીન સિદીકી બાળ ઠાકરેનું પાત્ર ભજવી રહ્યો છે અને મંગળવારે શિવસેનાના સ્થાપના દિને તેણે જણાવ્યું હતું કે 'આ ફિલ્મમાં બાળ ઠાકરેની ભૂમિકા ભજવવાનો અનુભવ અલગ છે અને એ જીવનભરનો અનુભવ બની રહેશે.' આ ફિલ્મમાં કામ કરવા માટે તેણે તારીખો અને શેડયુલમાં પણ ફેરફાર કર્યા હતાં. એક સ્ટેટમેન્ટમાં તેણે કહ્યું હતું કે 'બાળ ઠાકરે એક ટ્રાન્સપરન્ટ વ્યકિતમત્વ હતાં. તેમણે સામાન્ય માણસને એમ્પાવર કરવાનો પ્રયાસ કર્યો હતો. એમની ભૂમિકા ભજવવી એ મારા માટે જીવનભરનો અનુભવ છે.'

(3:42 pm IST)