Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અજય દેવગણ કરશે બોનીની ફિલ્મમાં કામ

બોલીવૂડના નિર્માતા કે જેણે અગાઉ સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મો બનાવી છે તે હવે સલમાનને છોડી અજય દેવગણ સાથે ફિલ્મ બનાવશે. અજયને એક સ્ક્રિપ્ટ સંભળાવાઇ છે, જે તેને પસંદ પડી છે. સ્ક્રિપ્ટનો બીજો ડ્રાફટ તૈયાર થતાંજ ફિલ્મની ઘોષણા થશે અને આવતા વર્ષે શુટીંગ શરૂ થશે. બોની કપૂરે સલમાન સાથે વોન્ટેડ અને નો એન્ટ્રી નામની ફિલ્મો બનાવી હતી. હવે બોની અજય દેવગણને લઇને ફિલ્મ બનાવવા તૈયાર છે. વોન્ટેડ અને નો એન્ટ્રીની સિકવલ પણ બનવાની હતી. પરંતુ સલમાને હજુ તારીખ આપી નથી. ત્યારે બોની હાલ સિકવલનું કામ છોડી નવી ફિલ્મ કરવા ઇચ્છે છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચેના રિલેશનની કારણે સલમાન નારાજ હોવાની ચર્ચા વચ્ચે સલમાને બોનીની ફિલ્મ કરવાની ના પાડી દીધાનું કહેવાય છે.

(9:05 am IST)