Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

હોંગકોંગમાં રજાની મજા માણી કુંડલી ભાગ્યની પ્રિતા અરોરા...શ્રધ્ધા આર્યએ

ટીવી પરદાની ખુબસૂરત અભિનેત્રી શ્રધ્ધા આર્યએ ૨૦૦૪થી અભિનય કારકિર્દી શરૂ કરી છે. નવી દિલ્હીમાં જન્મેલી ૩૧ વર્ષિય આ અભિનેત્રીએ મૈં તુલસી તેરે આંગન કી, શ...ફીર કોઇ હૈ, તુમ્હારી પાખી, ડ્રીમ ગર્લ, કસમ તેરે પ્યાર કી, કુંડલી ભાગ્ય સહિતના શો કર્યા છે. કુંડલી ભાગ્યમાં ડો. પ્રિતા અરોરાના રોલથી તે વધુ જાણીતી બની છે. ૨૦૦૪માં ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર કી ખોજમાં તે સ્પર્ધક હતી. તેણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિન્દી અને પંજાબી ફિલ્મો પણ કરી છે. સોશિયલ મિડીયા પર પણ શ્રધ્ધા સતત સક્રિય છે. તે અવાર-નવાર પોતાના ચાહકો, ફ્રેન્ડસ માટે તસ્વીરો પોસ્ટ કરી ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં તેણે બિકિની સાથેની અંડર વોટર તસ્વીર મુકી હતી, જેણે સોશિયલ મિડીયા પર આગ લગાડી દીધી હતી. તાજેતરમાં શ્રધ્ધા રજા ગાળવા હોંગકોંગ ગઇ હતી. ત્યાંની અનેક તસ્વીરો પોસ્ટ કરી હતી.

(10:30 am IST)