Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

થેલેસીમિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા જગ્ગુ દાદા

મુંબઇ: અભિનેતા જેકી શ્રોપને થેલિસેમિયા જેવી દુસાધ્ય બીમારીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. થેલિસેમિયા ઇન્ડિયા માટે  જેકી એકદમ ફિટ ગણાય કારણ કે ડૉક્ટરોએ એને અને આયેશાને એવી ચેતવણી આપી હતી કે તમારું એકાદ બાળક થેલિસેમિયાલઇને આવે એવી શક્યતા છે. એમની પુત્રીનું સમયસર નિદાન થતાં એ આ દુસાધ્ય રોગના પંજામાંથી ઊગરી ગઇ હતી એટલે જેકીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એણે તરત હા પાડી દીધી હતી એમ આ ઝુંબેશ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યું હતું.   અગાઉ પણ જેકીએ કોઇ હો હા કે પ્રચારમારા વિના આ પ્રકારના સામાજિક કાર્યોમાં પોતાનાથી બનતી બધી મદદ કરી હતી. હવે એ થેલિસેમિયા વિશે સચોટ માહિતી આપવા ઉપરાંત સારવાર ઇચ્છુક લોકોને પણ ગાઇડ કરશે એવું એના પ્રવક્તાએ કહ્યું હતું.
 

(4:55 pm IST)
  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST

  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST

  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST