થેલેસીમિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા જગ્ગુ દાદા
મુંબઇ: અભિનેતા જેકી શ્રોપને થેલિસેમિયા જેવી દુસાધ્ય બીમારીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. થેલિસેમિયા ઇન્ડિયા માટે જેકી એકદમ ફિટ ગણાય કારણ કે ડૉક્ટરોએ એને અને આયેશાને એવી ચેતવણી આપી હતી કે તમારું એકાદ બાળક થેલિસેમિયાલઇને આવે એવી શક્યતા છે. એમની પુત્રીનું સમયસર નિદાન થતાં એ આ દુસાધ્ય રોગના પંજામાંથી ઊગરી ગઇ હતી એટલે જેકીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એણે તરત હા પાડી દીધી હતી એમ આ ઝુંબેશ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યું હતું. અગાઉ પણ જેકીએ કોઇ હો હા કે પ્રચારમારા વિના આ પ્રકારના સામાજિક કાર્યોમાં પોતાનાથી બનતી બધી મદદ કરી હતી. હવે એ થેલિસેમિયા વિશે સચોટ માહિતી આપવા ઉપરાંત સારવાર ઇચ્છુક લોકોને પણ ગાઇડ કરશે એવું એના પ્રવક્તાએ કહ્યું હતું.