Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

'કયામત કી રાત' ફેઇમ કરિશ્માની કાતીલ અદા

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના માટે વર્ષ ૨૦૧૮ ખુબ સારુ રહ્યું હતું. તેણે ફિલ્મ સંજૂમાં પણ એક રોલ નિભાવ્યો હતો. તેમાં તે સેકસી અવતારમાં જોવા મળી હતી. અસલી જિંદગીમાં પણ કરિશ્મા અવાર-નવાર સોશિયલ મિડીયા પર હોટ અને સેકસી લૂક સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે કાળા રંગના ગાઉન સાથે બાથટબમાં ઉતરીને તસ્વીરો ખેંચાવી હતી અને સોશિયલ મિડીયા ઇન્સ્ટગ્રામ પર અપલોડ કરી હતી. આ તસ્વીરોને ગણત્રીના સમયમાં જ લાખો લાઇકસ મળી ગઇ હતી.  બાથટબમાં હોટ પોઝ આપવાની તેની સ્ટાઇલને ખુબ પસંદ કરવામાં આવી છે.  અગાઉ પણ કરિશ્મા બોલ્ડ તસ્વીરો આપી ચુકી છે. સોશિયલ મિડીયામાં તેના ૨.૫ મિલીયન ફોલોઅર્સ છે. નાગિન-૩, કયામત કી રાત સહિતના શો કરિશ્માને ફળ્યા છે. આ ટીવી શો દર્શકોને પણ ખુબ ગમ્યા છે.

(9:46 am IST)
  • પૂર્વ કેન્દ્રીયમંત્રીની ધમકી :રાહુલ ગાંધી વિષે કરીશ એવો ખુલાસો કે લોકોને મોઢું બતાવવાને લાયક નહિ રહે :પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શ્રીકાંત જેના અને કોરાપુટના પૂર્વ ધારાસભ્યં કૃષ્ણચંદ સામરીયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા :બંનેને અખિલ ભારતીય કોંગ્રેસની શિસ્ત સમિતિએ પાર્ટીની ઓડિસા એકમેં સસ્પેન્ડ કર્યા access_time 12:49 am IST

  • ચીનની માઠીઃ ૨૦૧૮માં આર્થિક વિકાસદર ૬.૬ ટકા રહ્યો જે ૨૮ વર્ષના નીચલા સ્તરેઃ અમેરિકા સાથે ટ્રેડવોર-નિકાસમાં ઘટાડો મુખ્ય કારણઃ access_time 3:56 pm IST

  • રાજકોટના ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના પ્રમુખની ચુંટણી સદભે બઘડાટી :બે જૂથ વચ્ચે ધડબડાટી :ભયનો માહોલ ઉભો કરવા રિવોલ્વર તાણી :મામલો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો :સામ સામે ફરિયાદ નોંધાવાય તેવી શકયતા: વિગતો મેળવાઈ રહી છે access_time 10:20 pm IST