ફિલ્મ જગત
News of Monday, 21st January 2019

'કયામત કી રાત' ફેઇમ કરિશ્માની કાતીલ અદા

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના માટે વર્ષ ૨૦૧૮ ખુબ સારુ રહ્યું હતું. તેણે ફિલ્મ સંજૂમાં પણ એક રોલ નિભાવ્યો હતો. તેમાં તે સેકસી અવતારમાં જોવા મળી હતી. અસલી જિંદગીમાં પણ કરિશ્મા અવાર-નવાર સોશિયલ મિડીયા પર હોટ અને સેકસી લૂક સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે કાળા રંગના ગાઉન સાથે બાથટબમાં ઉતરીને તસ્વીરો ખેંચાવી હતી અને સોશિયલ મિડીયા ઇન્સ્ટગ્રામ પર અપલોડ કરી હતી. આ તસ્વીરોને ગણત્રીના સમયમાં જ લાખો લાઇકસ મળી ગઇ હતી.  બાથટબમાં હોટ પોઝ આપવાની તેની સ્ટાઇલને ખુબ પસંદ કરવામાં આવી છે.  અગાઉ પણ કરિશ્મા બોલ્ડ તસ્વીરો આપી ચુકી છે. સોશિયલ મિડીયામાં તેના ૨.૫ મિલીયન ફોલોઅર્સ છે. નાગિન-૩, કયામત કી રાત સહિતના શો કરિશ્માને ફળ્યા છે. આ ટીવી શો દર્શકોને પણ ખુબ ગમ્યા છે.

(9:46 am IST)