Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સાવકી પુત્રી સારા અલી ખાનના વખાણ કર્યા કરીના કપૂરે

મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું હતું કે સારા અલી ખાન બોર્ન એક્ટર (જન્મજાત અભિનેત્રી ) છે. કલાકાર માતાપિતાનું સંતાન છે એટલે એની રગેરગમાં અભિનય દોડે છે.કરીના સારા અલી ખાનની ઓરમાન માતા છે. એણે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં. સૈફે પહેલું લગ્ન વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી અમૃતા સિંઘ સાથે કર્યાં હતાં. લગ્નથી એમને બે સંતાનો થયાં હતાં. એમાંની એક એટલે સારાહાલ સારા બે ફિલ્મો કરી રહી છે. એક ફિલ્મ અભિષેક કપૂરની કેદારનાથ છે જે એક યા બીજા કારણે છેલ્લાં અઢી ત્રણ વર્ષથી વિલંબમાં પડી હતી. જો કે હવે તૈયાર છે અને ડિસેંબરમાં રજૂ થવાની છે. કેદારનાથ વિલંબમાં પડી એટલે સૈફે કરણ જોહરને વિનંતી કરી કે મારી પુત્રીની કારકિર્દી શરૃ થવા પહેલાંજ મુશ્કેલીમાં આવી પડી છે. તમે કંઇક કરોજો કે કરીનાએ પહેલાંજ કહેલું કે સારાને કરણ જોહરના હાથમાં સોંપી દો. પરંતુ વખતે સૈફને વાત ગળે ઊતરી નહોતી. સૈફે વિનંતી કરી એટલે તરત કરણે સારાને પોતાની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં લેવડાવી. સિમ્બામાં મોખરાનો અભિનેતા રણવીર સિંઘ હીરો છે જ્યારે કેદારનાથમાં સુશાંત સિંઘ રાજપૂત હીરો છે.

 

(5:10 pm IST)