Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સિંગાપોરના મેડમ ટુસો મ્યુઝિયમમાં અનુષ્કા શર્માના વેકસના સ્ટેચ્યુનું અનાવરણ

અનુષ્કા શર્માની લોકપ્રિયતાને જોતાં સિંગાપોરના મેડમ ટુસોમાં તેનું વેકસનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે, જેનું હાલમાં જ અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અનુષ્કા પણ હાજર હતી. પોતાના સ્ટેચ્યુને જોઇને અનુષ્કા પોતે પણ ખુશ થઇ ઉઠી હતી. આ સ્ટેચ્યુની ખાસ વાત એ છે કે આ એક બોલતું સ્ટેચ્યુ છે. આ પહેલી વાર હશે જયારે કોઇનું ઇન્ટરએકિટવ સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. આ મ્યુઝિમયની મુલાકાત આવનારા લોકોને અનુષ્કાના સ્ટેચ્યુ વતી ઉમળકાભર્યા શબ્દો સાંભળવા મળશે. અનુષ્કાના ફેન્સ માટે તો આ એક અમૂલ્ય ભેટ હશે.

(3:14 pm IST)