Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અક્ષયની ફિલ્‍મમાં સંજય કપૂર નિભાવશે વિદ્યાના પતિનો રોલ

બોલીવૂડ અભિનેતા સંજય કપૂર લાંબા સમય પછી ટીવી પરદે જોવા મળ્‍યો હતો. હવે ફરીથી ફિલ્‍મમાં આવી રહ્યો છે. તે વિદ્યા બાલનના પતિના રોલમાં દર્શકો સામે આવશે. બોલીવૂડ ફિલ્‍મકાર આર. બાલ્‍કી મિશન મંગલ પર ફિલ્‍મ બનાવી રહ્યા છે. આ ફિલ્‍મમાં અક્ષય કુમાર મુખ્‍ય ભૂમિકામાં છે. ભારત દ્વારા મંગળ ગ્રહ પર ઉપગ્રહ છોડવામાં આવ્‍યો હતો તેની કહાની આ ફિલ્‍મમાં છે.  વિદ્યા, તાપસી, સોનાક્ષીના પણ મહત્‍વના રોલ છે. ફિલ્‍માં હવે સંજય કપૂર પણ સામેલ થયો છે. તે વિદ્યા બાલનના પતિનો રોલ નિભાવશે. અક્ષય કુમાર સાથે પણ તેના કેટલાક દ્રશ્‍યો હશે. અક્ષય અને સંજય અગાઉ એક જ ડાન્‍સ ક્‍લાસમાં સાથે જતાં હતાં. આ કારણે બંને સારા મિત્રો પણ છે. ફિલ્‍મનું શુટીંગ ઝડપથી શરૂ થાય તેવી સંજયની આશા છે.

(10:56 am IST)