Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અઠવાડીયે ત્રણ દિવસ હોટ યોગા કરે છે સોનાક્ષી

સલમાન ખાન સાથે દબંગ ફિલ્‍મથી બોલીવૂડમાં એન્‍ટ્રી કરી ત્‍યારે સોનાક્ષી સિન્‍હાને પોતાના જાડા શરીરને કારણે અનેક લોકોની આલોચના સહન કરવી પડી હતી. પણ હવે તે ખુબ પાતળી અને હોટ બની ગઇ છે. તાજેતરમાં તેણે પોતાના ઇંસ્‍ટા એકાઉન્‍ટ પર કેટલીક તસ્‍વીરો પોસ્‍ટ કરી છે, જેમાં તે હોટ અને પાતળી જોવા મળી રહી છે. દબંગ ફિલ્‍મનો તેનો અભિનય તો બધાએ ખુબ વખાણ્‍યો હતો. પરંતુ તેનું શરીર વધુ પડતું જાડુ હોવાની વાતો પણ ખુબ થઇ હતી. સોનાક્ષીએ ખુબ મહેનત કરી પોતાનું વજન ઘણુ ઓછુ કરી નાંખ્‍યું છે. હવે તે ફિટનેસ બાબતે સતત સતર્ક રહે છે. તે કહે છે કે મને આમ તો જીમમાં જવાની એલર્જી છે. આમ છતાં ફિટ અને આકર્ષક બનવા મારે જીમમાં પરસેવો વહાવવો પડયો છે. આ ઉપરાંત ખાન-પાન ઉપર પણ ખાસ ધ્‍યાન રાખવું પડયું છે. સોનાક્ષી ચાલીસ ડિગ્રી તાપમાનમાં અઠવાડીયે ત્રણ દિવસ હોટ યોગા પણ કરે છે. હવે તે પહેલા કરતાં વધુ સુંદર દેખાઇ રહી છે.

(10:50 am IST)