Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બિગ બી સાથે કૌન બનેગા કરોડપતિના ગ્રેન્‍ડ ફિનાલેનું શૂટિંગ પૂરૂં કર્યું કપિલ શર્માએ

મુંબઇ, તા. ર૦ : ‘કૌન બનેગા કરોડપતિ' સીઝન ૧૦નું હાલમાં જ ગ્રેન્‍ડ ફિનાલેનું શૂટિંગ પૂરૂં કરવામાં આવ્‍યું છે. આ શોનું શૂટિંગ કપિલ શર્મા અને બિગ બીએ કર્યું હતું. ‘ધ કપિલ શર્મા શો' બંધ થયા બાદ કપિલ પહેલી વાર ટીવીના પડદા પર જોવા મળશે. તેનો શો પણ બહુ જલદી શરૂ થવાનો છે. ‘કૌન બનેગા કરોડપતિ'ની સીઝન પૂરી થવાની જાણકારી આપતા અમિતાભ બચ્‍ચને ટ્‍વીટ કર્યું હતું કે, અમે ‘કૌન બનેગા કરોડપતિ'નું ગ્રેન્‍ડ ફિનાલેનું શૂટિંગ પૂરૂં કર્યું છે. આ વર્ષની દસમી સીઝન પૂરી થઇ છે. ર૦૦૦થી શરૂ થયેલા આ ‘કૌન બનેગા કરોડપતિ'ને ૧૮ વર્ષ પૂરા થયા છે. મારા માટે ૭૧૬ એપિસોડ્‍સ, દરેક એપિસોડ પાછળ વધારાના ત્રણ-ચાર કલાકની તૈયારી સાથે ૯ સીઝનના ૮પપ કલાક થયા છે.

આ ગ્રેન્‍ડ ફિનાલેનો ભાગ બનીને કપિલ શર્માએ ખુશી વ્‍યકત કરતા ટ્‍વીટ કર્યું હતું કે ફરી એક વાર ‘કૌન બનેગા કરોડપતિ'માં જવાની અને અમિતાભ બચ્‍ચન સાહેબને મળવાની તક મળી. તમારા દ્વારા આપવામાં આવેલા સ્‍નેહ અને આદર માટે ખૂબ આભાર અમિતજી. તમે ખરા અર્થમાં મહાનાયક છો. ‘કોટિ કોટિ પ્રણામ.'

(10:50 am IST)