Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અજય અને આલિયા સહાયકની ભુમિકામાં

એસ.એસ. રાજામોૈલીની ફિલ્મ આરઆરઆરની સ્ટારકાસ્ટની ઘોષણા થઇ ચુકી છે. તેમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ સામેલ હોવાનું રાજામોૈલી જણાવી ચુકયા છે. બાહુબલી જેવી ફિલ્મો આપી ચુકેલા રાજામોૈલીની આ ફિલ્મ પણ ઐતિહાસિક વિષય પરની હશે અને બજેટ ૩૦૦ કરોડ જેટલુ રખાયું છે. આ ફિલ્મ ૩૦ જુલાઇ ૨૦૨૦ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે અજય દેવગણ અને અક્ષય કુમાર વચ્ચે ટક્કર થયાની પણ ચર્ચા છે. બંનેને આ ફિલ્મ ઓફર થઇ હતી. અજયએ ફિલ્મ નકારી દીધાની વાતો પણ વહેતી થઇ હતી.

પણ અંતે એ સ્પષ્ટ થઇ ગયું છે કે અજયએ આ ફિલ્મનો રોલ પોતાના નામે કરી લીધો છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહયોગીના રોલમાં છે. મુખ્ય ભૂમિકા રામચરણ તેજા અને જુનિયર એનટીઆર નિભાવશે. ફિલ્મના પહેલા ચરણનું શુટીંગ પણ પુરૂ થઇ ગયું છે. રામોજી ફિલ્મ સીટી હૈદરાબાદમાં મોટો સેટ બનાવાયો છે.

(9:37 am IST)