Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સંગીતા ઘોષને મળી મુખ્ય ભુમિકા

ટીવી પરદા પર દેશ મેં નિકલા હોગા ચાંદ નામના શો દ્વારા અલગ જ ઓળખ ઉભી કરનાર સંગીતા ઘોષ લાંબા સમય પછી ફરીથી ટીવી શો સાથે જોડાઇ છે. 'સ્વર્ણ ઘર' નામના શોમાં તે સામેલ થઇ છે. એક માતાનો પ્રેમ તેનાં બાળકો માટે બીનશરતી અને શુધ્ધ હોય છે. આ સ્ટોરી આ સિરીયલમાં છે. આ શોનું નિર્માણા રવિ દૂબે અને શરગુન મહેતાએ કર્યુ છે. સંગીતા ઘોષને આ સિરીયલમાં સ્વર્ણ બેદી તરીકે મુખ્ય પાત્રની ભુમિકા મળી છે. સગીતાએ કહ્યું હતું કે બે વર્ષ બાદ હું ફરી ટીવી પર આવી રહી છું આ કારણે હું ખુશ છું. સ્વર્ણનું પાત્ર એક પતિવ્રતા સ્ત્રીનું અને એક માતાનું છે. તેના માટે આ દુનિયામાં સૌથી મહત્ત્વનું કંઇ હોય તો તેનો પરિવાર છે.  તે દિલની ખુબ જ સ્પષ્ટ છે અને ખૂબ જ મજબૂત પણ છે. દર્શકોને આ રોલ ખુબ જ ગમશે. સંગીતા કહે છે આવુ પાત્ર પરદા પર રજુ કરવું એક પડકાર છે. જેને ન્યાય આપવા હું તમામ પ્રયાસ કરી રહી છું.

(10:00 am IST)