Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અજય દેવગને ભંસાલીની ફિલ્મમાં કામ કરવાનો કર્યો ઇન્કાર

મુંબઈ: તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે સંજય લીલા ભણસાલીએ અજય દેવગનને ફિલ્મ 'બેજુ બાવરા'માં તાનસેનની ભૂમિકાની ઓફર કરી હતી, પરંતુ અજયે તેને ફગાવી દીધી છે. થોડા મહિના પહેલા, ભણસાલીએ સલમાન ખાન અને આલિયા ભટ્ટ સાથે 'ઈન્શલ્લાહ' ની ઘોષણા કરી હતી. પરંતુ આ ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં ગઈ હતી અને હવે અજયે બીજી ફિલ્મ 'બેજુ બાવરા' થી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.કહેવામાં આવી રહ્યું છે કે ભણસાલીએ અજયની 'બૈજુ બાવરા'માં અજયને તનસેનની ભૂમિકાની ઓફર કરી હતી. પરંતુ અજયે આ ભૂમિકા ભજવવાની ના પાડી કારણ કે તેમને લાગ્યું કે બેજુનું પાત્ર તેમના કરતા વધારે શક્તિશાળી છે.

(5:15 pm IST)