Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કપિલે મારી સદી

સુનીલ ગ્રોવર સાથેની કન્ટ્રોવર્સી અને બ્રેક બાદ ધ કપિલ શર્મા શો એ સો એપિસોડ પૂરા કર્યા છેઃ તેના માટે અક્ષયકુમાર બન્યો શોનો હોસ્ટ

મુંબઇ તા.૧૯: સોની ટીવી પર આવતા 'ધ કપિલ શર્મા શો' એ સો એપિસોડ પુરા કર્યા છે. સુનીલગ્રોવર  સાથેની કન્ટ્રોવર્સી બાદ કપિલનો શો બંધ થઇ ગયો હતો. તેણે એક નવો શો શરૂ કર્યો હતો. પરંતુ એ પણ બહુ જલદી બંધ થઇ ગયો હતો જોકે કપિલે ફરી 'ધ કપિલ શર્મા શો'ને શરૂ કર્યો હતો. અને એ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.  જોતજોતામાં આ શોના સો એપિસોડ પણ પૂરા થઇ ગયા છે. આ શોના સો મા એપીસોડમાં અક્ષયકુમાર તેની 'ગુડ ન્યુઝ'ની ટીમ સાથે આવ્યો હતો. તેણે કપિલ માટે શોનુ ઓપનિંગ પણ કર્યુ હતુ. એટલે કે તેના માટે હોસ્ટ પણ બન્યો હતો. આ વિશે અક્ષયકુમારે કહ્યુ હતુ કે 'મને ખુશી છે કે આ શો એ સો એપિસોડ પૂરા કર્યા છે અને એના સેલિબ્રેશનનો ભાગ બનવાની મને ખુશી છે હું એવી આશા રાખુ છુ કે આ શો હંમેશા માટે ચાલતો રહે અને દર્શકોને ખુશી આપતો રહે મારી મમ્મીને આ શો ખૂબ જ પસંદ છે. અને તે એને ખૂબ જ એન્જોય પણ કરે  છે.'

(3:45 pm IST)