Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવું સરળ નથી હોતું: સંજય દત્ત

સંજય દત્ત તેની દરેક ફિલ્મોના પાત્રોમાં કંઈક નવું લાવવા માગે છે. ૧૯૮૧માં આવેલી રોકી અને ૧૯૯૧માં આવેલી સાજનમાં રોમાન્ટિક હીરો તરીકે છાપ ઉભી કરનારા સંજય દત્તે મુન્નાભાઇ સિરીઝમાં અલગ જ રોલ નિભાવી ચાહકોની વાહ-વાહ મેળવી હતી. છેલ્લે પાનીપત ફિલ્મમાં તેણે  અફઘાનના રાજા અહમદ શાહ અબ્દાલીના ઐતિહાસિક પાત્રને ભજવ્યું છે. સંજય હવે 'પૃથ્વીરાજ'માં પણ અક્ષયકુમાર સાથે એક ખાસ રોલમાં જોવા મળશે. જો કે એ પાત્ર વિશે વધુ ખુલાસો કર્યો નથી. તે કહે છે આ એક એવું પાત્ર હશે જે મારા પ્રશંસકો અને દર્શકોને ગમશે. મારી ઇચ્છા દરેક પ્રકારની ભૂમિકા ભજવવાની છે, સાથે જ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.  પૃથ્વીરાજને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. હું એ જોવા માગું છું કે આ ફિલ્મના પાત્ર દ્વારા મારા પ્રશંસકોની વચ્ચે હું શું સર્વશ્રેષ્ઠ આપી શકું છું. પાનીપતના મારા અબ્દાલીના પાત્રને દર્શકો વતી જે પ્રેમ અને પ્રશંસા મળી રહ્યાં છે એનાથી હું ખૂબ ખુશ છું. આ મારા માટે એક ખાસ ભૂમિકા બની રહી છે.  હું કોઈ પાત્ર વિશે દૃઢતાથી અનુભવ કરું પછી જ તેને ભજવું છું.  ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવું સરળ નથી હોતું.  હાલમાં હું જે પ્રકારના રોલ ભજવી રહ્યો છું એ કલાકાર તરીકે મારા માટે યોગ્ય છે.

 

(10:02 am IST)