Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હમદમ ન મળ્યાનો કિયારાને અફસોસ

બોલીવૂડમાં કિયારા અડવાણીની કારકિર્દીની ગાડી પાટા પર ચડી ગઇ છે અને સતત સ્પીડથી દોડી રહી છે.  શાહિદ કપૂર સાથે ફિલ્મ કબીર સિંહ કર્યા પછી કિયારાને ભરપુર ફાયદો થયો છે અને એક પછી એક મોટી ફિલ્મો તેના હાથમાં આવી રહી છે. હવે પછી તે અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત દોસાંજ સાથેની ફિલ્મ ગૂડ ન્યુઝમાં ખાસ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મના પ્રમોશમાં તે બીજા કલાકારો સાથે સતત વ્યસ્ત છે. કિયારાએ પ્રમોશન વેળાએ રિલેશનશીપ બાબતે પણ વાતો કરી હતી. તે કહે છે હું તે સિંગલ છું અને મિંગલ થવા માટે છોકરાને શોધી રહી છું. સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે તે રિલેશનમાં હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ તેણે આ વાત નકારી દીધી હતી. કિયારાએ એ વાતનો પણ અફસોસ કર્યો હતો કે તેણે હાઇસ્કૂલની લાઇફમાં એવો કોઇ છોકરો ન મળ્યો જેને આગળ જતાં હમદમ બનાવી શકાય. કિયારા અડવાણીની ફિલ્મ ગૂડ ન્યુઝ ૨૭મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

(10:02 am IST)