Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બોલિવૂડની ગાયિકા નેહા કક્કડનો માફી માંગતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: બોલીવુડની ફેમસ અને ચુલબુલી સિંગર નેહા કકક્ડની ફેન ફોલોવિંગ ઘણી વધારે છે. લોકો નેહાના ગીતોના દીવાના નહીં પરંતુ તેના ડાન્સ અને ટિકટોક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણા હટી છે. નેહા જેટલી હિટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છે, તેનાથી ઘણા વધારે તેના સોન્ગ વીડિયો લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દે છે. થોડા દિવસ પહેલા નેહાનું પંજાબી સોન્ગ સોરી રિલીઝ થયું જેને એક મહીનામાં યૂટ્યૂબ પર 45 મિલિયન વ્યૂઝ મળ્યા છે. સોન્ગ પર નેહાએ એક ટિકટોક વીડિયો બનાવ્યો છે જેને ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ ખૂબજ પસંદ કરી રહ્યાં છે.

નેહાએ તેના વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે સોન્ગના લિરિક્સ પર એક્ટ કરતી જોવા મળી છે. એટલું નહીં નેહાએ સોન્ગ પર ફેન્સે બનાવેલા વીડિયો પણ તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા છે.

(5:16 pm IST)