Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

શાહિદ કપૂરની ડેબ્યુ ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'ની રીમેક બનાવવાની તૈયારીઓ શરૂ

મુંબઇ: શાહિદ કપૂરની કારકિર્દીની પ્રથમ ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'ની સિકવલની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે, અને જલદી જ આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. 'ઇશ્ક વિક' ફિલ્મ રોમેન્ટિક ફિલ્મ હતી. રમેશ તોરાનીએ આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી હોવાનું જણાવ્યુ હતું. તેણે કહ્યુ હતુ કે, હાલ અમે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ, સ્ક્રિપ્ટ પૂરી થતાં જ કલાકારોની વરણી કરવામાં આવશે.  મને આશા છે કે આવતા બે-ત્રણ મહિનામાં અણે ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી કરીને દિગ્દર્ર્શક અને કાસ્ટને ફાઇનલ કરી લેશું.આ એક રોમેન્ટિક ફિલ્મ હશે જેમાં ટીનએજ રોમાન્સ અથવા કોલેજ રોમાન્સ જોવા મળશે. શાહિદે આ ફિલ્મ દ્વારા જ કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમૃતા રાવ અને શેહનાઝ ટ્રેઝરી સાથે રોમાન્સ કર્યો હતો. 

(4:59 pm IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST

  • નહિ સુધરે પાકિસ્તાન હવે પાકિસ્તાન ખીજ ઉતારવા લાગ્યું રાજદ્વારીઓ ઉપરઃ પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું: ભારતે તપાસની માંગ કરી access_time 11:25 am IST