Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અરે વહાલા, હું તો હજી જીવું છું

પોતાના મૃત્યુના ખોટા સમાચારને રદિયો આપવા ફિરોઝ ઇરાનીએ વિડિયો દ્વારા ફોડ પાડવો પડયો

મુંબઇ, તા. ૧૮ : ગુજરાતી ફિલ્મજગત ક્ષેત્રે છેલ્લા લગભગ ચાલીસેક વર્ષથી જોડાયેલા ફિરોઝ ઇરાનીના મૃત્યુના સમાચાર ગઇકાલે સોશ્યલ મીડિયા પર વાયુવેગે ફેલાયા હતા, પણ જેવા આ સમાચાર ખુદ ફિરોઝ ઇરાની પાસે પહોંચ્યા ત્યારે તેમણે સોશ્યલ મીડિયા દ્વારા પોતાનો એક વિડીયો બનાવીને આ સમાચારને રદિયો આપ્યો હતો.

ઇરાનીએ પોતાની આવી છટામાં કહ્યું કે, 'હાય ફ્રેન્ડ્સ, અરે, હું તો એકદમ ફર્સ્ટ કલાસ છું યાર. બહુ જલદી મને મારી નાખ્યો. વાંધો નહીં. બધાની બેસ્ટ વિશિસ મારી સાથે છે અને હું એકદમ પર્ફેકટ છું. મારા ફ્રેન્ડ્સ સાથે બેઠો છું. હમણાં જમી રહ્યો છું. મારા માટે ચિંતા કરતા નહીં. આઇ એમ પર્ફેકટલી ઓલરાઇટ. હેલ્ડ એન્ડ હાર્ટી.'

ફિરોઝ ઇરાનીએ 'જિગર અને અમી' અને 'જુલગ જોડી' જેવી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

(9:51 am IST)