Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હોરર ફિલ્મ કંચના-3 યુ ટ્યુબ પર છવાઈ

મુંબઇ: અભિનેત્રી તાપસી પન્નુ અભિનિત હોરર ફિલ્મ કંચના થ્રી ને યુ ટયુબ પર જબરદસ્ત પ્રતિભાવ સાંપડયો હોવાની જાણકારી મળી હતી. સિરિઝની પહેલી બે કડીને પણ યુ ટયુબ પર સરસ આવકાર મલ્યો હતો. અત્યારે ત્રીજી કડી નંબર વનના સ્થાને પહોંચી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર ૪૮ કલાકમાં એને સિત્તેર લાખ (સાત મિલિયન) હિટ્સ મળી હતી. ફિલ્મ હોરર હોવા ઉપરાંત કોમેડી છે. એમાં તાપસી પન્નુએ એક ભૂતનો રોલ કર્યો છે. એની સ્ટોરીલાઇન એકદમ ફ્રેશ હોવાનો એના સર્જકોનો દાવો છે. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ ટોચનો એક્શન કમ કેામેડી સ્ટાર અક્ષય કુમાર હોરર કોમેડી પરથી એક ફિચર ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યો હતો. શ્રેણીમાં એક એનઆરઆઇની વાત છે. પોતાનું મકાન વેચવા માગે છે. એણે પોતાનાં સ્વજનોને ચૂપચાપ મારી નાખ્યાં હતાં એટલે મકાનમાં એનાં સ્વજનો ભૂત થઇને રહે છે. મકાન ભૂતિયું થઇ ગયું છે એવી વાત એમાં વણી લેવામાં આવી છે.

(4:40 pm IST)
  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • દેશભરમાં રેલવે સ્ટેશનોમાં દૂધના આઉટડેટ ખોલાશે :રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દૂધનો વપરાશ વધારવા દેશભરના રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ કરાવવા યોજના બનાવાઈ રહી છે;દૂધના ઉત્પાદકોના સહયોગથી યોજના કાર્યાન્વિત કરાશે access_time 1:28 am IST