Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

આલોક શોએ જીત્યું ડાન્સ દીવાનેંનું ટાઇટલ

મુંબઈ:કલર્સ ચેનલ પર પ્રસારિત થયેલા ડાન્સ દીવાનેની ગ્રાન્ડ ફિનાલે શનિવારે રાત્રે યોજાઈ હતી જેમાં વિજેતા તરીકે સાત વરસના કોલકાતાના આલોક શોને વિજેતા ઘોષિત કરાયો હતો. આલોકને દસ લાખ રૂપિયાનું ઇનામ એનાયત કરાયું હતું. આલોક એની જનરેશનમાં ટોપ પર રહ્યો હતો તો બીજા ક્રમાંક પર કિશન બિલાગલી અને ત્રીજા ક્રમાંક પર દીનાનાથ આવ્યો હતો.  માધુરી દીક્ષિત જેમાં જજ હતી એ ડાન્સ દીવાને શોની શરૂઆતથી જ આલોક લોકપ્રિયતાની સીડી ચડતો ગયો હતો. આટલી નાની ઉંમરમાં જે એનર્જી અને હુન્નર આલોકમાં જોવા મળ્યો એ બીજામાં ભાગ્યે જ જોવા મળે છે.

(5:37 pm IST)