Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’નો વિડિઓ આવ્યો સામે

મુંબઈ:ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ને લઇને ઘણા લાંબા સયમથી ચર્ચાઓ ચાલી રહી છે. વિજય કૃષ્ણ આચાર્યનાં નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનો લોગો શેર કરવામાં આવ્યો છે. શેર કરેલો આ વિડીયો જોઇને તમે જોઇ શકશો કે બોલીવુડમાં આ એક નવી શરૂઆત છે.સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 6 મુખ્ય પાત્રોને લઇને 6 મોશન પોસ્ટર બનાવવામાં આવ્યા છે, જેને દરરોજ એક એક કરીને શેર કરવામાં આવશે. ફિલ્મમાં બોલીવુડનાં મહાનાયક અને આમિર ખાન પહેલીવાર એકસાથે જોવા મળશે. આ બંને સાથે કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મહત્વનાં પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત રોનિત રોય, અબ્દુલ કાદિર અમીન અને સત્યદેવ કાંચરાના પણ જોવા મળશે.

(5:38 pm IST)