Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

લોકડાઉન બાદ ઍક્ટર્સ ફીમાં પણ થઈ શકે છે ઘટાડો : તાપસી પન્નુ

મુંબઈ , તા. ૧૭ : કોરોના વાયરસને કારણે બોલિવુડ ઇન્ડસ્ટ્રીનું તમામ કામ બંધ પડ્યું છે. લોકડાઉનને કારણે ફિલ્મોની રીલિઝ ડેટને આગળ વધારી દેવાઈ છે. એવા પણ ન્યૂઝ આવી રહ્યાં છે કે, કેટલીક ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી છે. રિપોર્ટ્સ પ્રમાણે એમ પણ કહેવાઈ રહ્યું છે કે, વાયરસને કારણે શૂટિંગ બજેટ પણ પ્રભાવિત થઈ રહ્યું છે અને એક્ટર્સ ફીમાં ઘટાડો કરી રહ્યા છે.

અમારા સહયોગી ફિલ્મફેર સાથે ક્વેશ્વન આન્સર સેશન દરમિયાન વાત કરતા એક્ટ્રેસ તાપસી પન્નુએ કહ્યું કે, અત્યારે તો કોઈ શૂટિંગ કરી રહી નથી એટલે કોઈ સેલેરી મળી રહી નથી અને આગળ સેલેરીમાં કાપ મૂકાશે તો તેના માટે તૈયાર છું.

પ્રોડ્યુસર્સના પોતાની ફિલ્મોને સીધા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના નિર્ણય પર થિએટર ચેઈને અસંતોષ વ્યક્ત કર્યાે છે. આ વિશે વાત કરતાં તાપસીએ કહ્યું કે, હું જરાય હેરાન નથી કે તેઓ નારાજ છે. તેમનો ગુસ્સો વ્યાજબી છે પણ આપણે રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ કે, સમયનું ચક્ર કઈ બાજુ વળે છે. તેણે કહ્યું કે, ભારતમાં ક્યારેય બિઝનેસની બહાર નહીં જાય.

એવા ન્યૂઝ છે કે, અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બમ', અભિષેક બચ્ચન અને રાજકુમાર રાવની ફિલ્મ 'લુડો', જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ' અને અમિતાભ બચ્ચની ફિલ્મ 'ગુલાબો સિતાબો' તથા 'ઝૂંડ' રિલીઝ માટે ડિજિટલ પ્લેટફોર્મનો વિકલ્પ પસંદ કરી શકે છે.

વક્રફ્ન્ટની વાત કરીએ તો, તાપસી છેલ્લે અનુભવ સિંહાની 'થપ્પડ'માં દેખાઈ હતી. તેના આગામી પ્રોજેક્ટ્સમાં 'રશ્મિ રૉકેટ', 'શાબાશ મિટ્ટૂ', 'હસીન દિલરૂબા' અને 'લૂપ લાપેટા' જેવી ફિલ્મોમાં શામેલ છે.

(11:32 am IST)