News of Thursday, 17th May 2018

પ્રિયંકા ચોપરાએ કરી ચોથી મરાઠી ફિલ્મની જાહેરાત

મુંબઈ: પ્રિયંકા ચોપરાએ પોતાની ચોથી મરાઠી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનુ નામ પાણી હશે. ટીપીકલ મુદ્દાને લઈને બનાવામાં આવી રહેલ ફિલ્મ વાસ્તવીકતા પર આધારીત હશે. પ્રિયંકાએ જણાવ્યુ હતુ કે મેં વિચાર સાથે પર્પલ પિર્ક્ચની શરૃઆત કરી હતી કે તેના બેનર નીચે સારી વાર્તાઓ અને પ્રતિભાશાળી લોકોને એક મંચ આપી શકે. ફિલ્મ પાણી મારા માટે ખાસ છે. કારણે કે તે એક સત્ય ઘટના પર આધારીત છે. ફિલ્મમાં એક સામાજિક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 

 


પ્રિયંકાએ એક બ્લ્યુ મોશન પોસ્ટર પણ રિલીઝ કરતા લખ્યુ છે કે અમારી મરાઠી ફિલ્મ પાણીનુ શુંટિંગ ઝડપથી શરૃ થઈ જશે. આદિનાથ કોઠારેના ડાયરેક્સન નીચે બની રહેલ ફિલ્મ એક પ્રેરણાદાઈ વાર્તા પર આધારીત છે. 

પ્રિયંકા ચોપરા પહેલા ત્રણ મરાઠી ફિલ્મો બનાવી ચુકી છે. જેમાં વેન્ટિલેટર, કાય રે રાસ્કલા અને ફાયરબ્રાંડનો સમાવેશ થાય છે. જેમાંથી તેની ફિલ્મ વેન્ટીલેટરને ત્રણ નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. તાજેતરમાં પ્રિયંકાના અમેરિકન ટીવી શો ક્વાંટિકો બંધ કરવાની જાહેરાત થઈ હતી.

(3:02 pm IST)
  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST