Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ડેઝી શાહ પાસે રામરતન નામની રોમાન્સ ફિલ્મ છે

સારા કલાકારો સાથે ફિલ્મ મળી રહી નથી : તમામ નવા કલાકારોની સાથેની ફિલ્મનુ શુટિંગ શરૂ થયુ

મુંબઇ,તા. ૧૭ : બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ડેઝી શાહ બોલિવુડમાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી. ડેઝી શાહ પાસે સારી ફિલ્મો નહી મળવાના કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. ડેઝી શાહ સલમાનખાન પરિવાર સાથે નજીકના સંબંધ હોવાના કારણે બોલિવુડમાં ટકી રહેવામાં સફળ રહી છે. હવે તેની પાસે રામરતન નામની ફિલ્મ આવી ગઇ છે. આ ફિલ્મની પટકથા પ્રફુલ પારેખ દ્વારા લખવામાં આવી છે. ગોવિન્દ સકારિયા ફિલ્મ બનાવી રહ્યા છે. બોલિવુડના સુપરસ્ટાર સલમાનખાનના કહેવાથી હેટસ્ટોરી-૩ ફિલ્મ ડેઝી શાહે અગાઉ સ્વીકારી લીધી હતી. તેની સેક્સી ઇમેજ આ ફિલ્મના કારણે સપાટી પર આવી હતી.  સલમાન સાથે પોતાની ફિલ્મ જય હોમાં કામ કર્યા બાદ ખુબસુરત ડેઝી શાહને હાલમાં વધારે ફિલ્મો મળી રહી નથી પરંતુ તે બિલકુલ નિરાશ નથી. સલમાન સાથે મજબુત મિત્રતા ધરાવનાર ડેઝી શાહને ટુંક સમયમાં વધારે સારી અને મોટા બેનરની ફિલ્મો હાથ લાગી શકે છે.  કેટરીના કૈફ, સોનાક્ષી જેવી અભિનેત્રી બાદ ડેઝી પણ પોતાની કેરિયર માટે સલમાનને ક્રેડિટ આપે છે.સલમાને પોતાની ફિલ્મ જય હોમાં ડેઝી શાહને લોન્ચ કરી હતી. ડેઝી શાહને સલમાનના નજીકના લોકોમાં ગણવામાં આવે છે. તેની ખુબસુરતીની પ્રથમ જ  ફિલ્મમાં નોંધ લેવામાં આવી હતી.ડેઝી સાહ બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે તૈયાર છે. તે ટોચના કલાકારો સાથે કામ કરવા તૈયાર છે. જો કે તેને ઇચ્છા મુજબની ફિલ્મો મળી રહી નથી.

(12:51 pm IST)