Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વજન ઘટાડવા સખત મહેનત કરી રહ્યો છે પ્રભાસ

સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ બાહુબલી અને સાહો પછી બોલીવૂડમાં પણ જાણીતો બની ગયો છે. શ્રધ્ધા કપૂર સાથેની તેની સાહોએ કરોડોની કમાણી કરી લીધી છે. સાહો થકી પ્રભાસ હવે દેશભરના ફિલ્મી ચાહકોમાં જાણીતો બન્યો છે. હવે પછી તે રોમાન્ટીક ડ્રામા જોનરની ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મનું નિર્દેશન રાધાકૃષ્ણ કુમાર કરશે. આ ફિલ્મ માટે પ્રભાસને વજન ઘટાડવાનું કહેવામાં આવ્યું છે. આ કારણે પ્રભાસ સખ્ત ડાયેટ પ્લાનને અનુસરી રહ્યો છે અને જીમમાં જઇ ખુબ કસરતો કરી રહ્યો છે. ફિલ્મનું પહેલા શેડ્યુલનું શુટીંગ યુરોપમાં થવાનું છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે હિરોઇન તરીકે પૂજા હેગડેને લેવામાં આવી છે. કહાની લંડન પર આધારીત છે જે ૧૯૭૦ના દસકની હશે. પ્રભાસની સાહોને વિવેચકો અને અમુક દર્શકોએ ભલે વખાણી ન હોઇ છતાં ૪૦૦ કરોડનો વેપાર કરી લીધો છે. ફિલ્મ પાછળ સાડા ત્રણસો કરોડનો ખર્ચ કરાયો હતો.

(10:03 am IST)
  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • નવા ટ્રાફીક કાનુનનો અમલ શરૂ પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધીમાં કોઇપણ સ્થળે ફીઝીકલ ચેકીંગ ચાલુ નથી થયું: કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શકયતાઃ જેથી માથાકુટો ન સર્જાય access_time 12:24 pm IST

  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST