Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વેબ-સિરીઝ ‘ગૉર્મિન્ટ’માં કામ ન કરવાનું ઈરફાન ખાને વ્યક્ત કર્યું દુઃખ

મુંબઈ: વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ માટે બનાવવામાં આવી રહેલી વેબ-સિરીઝ ‘ગૉર્મિન્ટ’માં કામ કરવાનું તેણે નક્કી કર્યું હતું. આ વેબ-સિરીઝનું નામ પહેલાં ‘મિનિસ્ટ્રી’ રાખવામાં આવ્યું હતું. ઇરફાન હાલમાં લંડનમાં ન્યુરોએન્ડોક્રાઇનની સારવાર લઈ રહ્યો છે. આ સિરીઝ છોડવાની જાણકારી આપતાં ઇરફાને કહ્યું હતું કે ‘થોડા મહિના શૂટ કર્યા બાદ આ શો દરમ્યાન જ મને મારી બીમારીની જાણ થઈ હતી. ખૂબ જ દુ:ખ સાથે હું જણાવી રહ્યો છું કે મારી અત્યારની હેલ્થને લઈને હું આ શોનું ઍક્ટિંગ કમિટમેન્ટ પૂરું નહીં કરી શકું. આ શો અને એના પાત્રને લઈને ખૂબ એક્સાઇટેડ હતો. આ મુસાફરી છોડવા પહેલાં હું કેટલાય મહિનાઓ સુધી આ પાત્રને જીવ્યો છું અને એથી જ હું ખૂબ દુ:ખી મનથી આ વાત કહી રહ્યો છું.
ભરપૂર ચર્ચાવિચારણા, કામને લગતી અન્ય બાબતો અને દરેક વ્યક્તિનો સહયોગ હોવા છતાં હું આ શો નથી કરી શકતો. આ શો છોડવા પાછળ મુખ્ય કારણ મારી બીમારી છે અને એથી જ મેં આ શોમાંથી હટવાનો નિર્ણય લીધો છે.’

(6:09 pm IST)