Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઇસલિયે મા કહતી થી ચૌકા બર્તન આના ચાહિએઃ આઇસીસીના નિયમોની અમિતાભ બચ્ચને મઝાક ઉડાવી

નવી દિલ્હીઃ વિશ્વ કપ ટૂર્નામેન્ટ ફાઇનલ મેચમાં સારૂ રમ્યા છતાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ હારી ગઈ હતી. આઈસીસીએ બાઉન્ડ્રી કાઉન્ટને નિયમને આધાર બનાવતા ઈંગ્લેન્ડને વિશ્વ કપ 2019નું વિજેતા જાહેર કર્યું હતું. આ નિયમથી ઈંગ્લેન્ડે 17ના મુકાબલે 26 બાઉન્ડ્રીથી વિશ્વકપ જીતી લીધો પરંતુ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમવાર ઉપયોગ થયેલા આ નિયમ પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.

ક્રિકેટના દિગ્ગજો સિવાય એક સામાન્ય ક્રિકેટ-પ્રેમીને પણ લાગી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડની સાથે 'છેતરપિંડી' થઈ છે. આઈસીસીના આ નિયમની રમત, સિનેમા જગલના દિગ્ગજો સિવાય સામાન્ય લોકો પણ ટીકા કરી રહ્યાં છે. હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચેને પણ તેની મજાક ઉડાવી છે.

બિગ બીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો જોક

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક જોક શેર કર્યો છે. તેમાં તેમણે લખ્યું, 'તમારી પાસે 2000 રૂપિયા, મારી પાસે પણ 2000 રૂપિયા. તમારી પાસે 2000 રૂપિયાની એક નોટ, મારી પાસે 500ની 4... કોણ વધુ ધનિક? આઈસીસી- જેની પાસે 500ની 4 નોટ છે તે વધુ ધનિક છે. તેમણે આઈસીસીના આ નિયમ સાથે જોડાયેલુ વધુ એક ટ્વીટ કર્યું, 'ઇસલિયે મા કહતી થી ચૌકા બર્તન આના ચાહિએ.'

આ પહેલા ઈંગ્લેન્ડે વિશ્વકપની ફાઇનલ મેચ જીત્યા બાદ તેમણે ટ્વીટ કર્યું હતું, 'છેલ્લા કેટલાક દિવસોમાં રમતની દુનિયામાં ઘણા લૂઝર રહ્યાં, ભારતે શાનદાર રમત રમી, ન્યૂઝીલેન્ડે પણ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું, ફેડરર પણ જોરદાર રમ્યો. પરંતુ તેમણે પોતાના ટ્વીટમાં ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડનો ઉલ્લેખ પણ ન કર્યો અને ન તો તેને શુભેચ્છા આપી.'

શું છે આઈસીસીનો બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ

આ નિયમ અનુસાર જો કોઈ મેચ ટાઈ થાય તો તે સુપરઓવર રમાશે. જો સુપર ઓવર પણ ટાઈ રહે તો તે જોવામાં આવશે કે કઈ ટીમે વધુ બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા) ફટકાર્યા છે. પહેલા 50 ઓવર સિવાય સુપર ઓવરમાં ફટકારવામાં આવેલી બાઉન્ડ્રી પણ જોડવામાં આવશે.

(5:10 pm IST)