Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મણિરત્નમની ફિલ્મમાં નેગેટિવ રોલમાં નજરે પડશે એશ્વર્યા રાય બચ્ચન

મુંબઈ:મોખરાની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાઉથના ખમતીધર ફિલ્મ સર્જક મણીરત્નમની આગામી ઐતિહાસિક ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા સંમત થઇ હોવાની માહિતી મળી હતી.ચોલા વંશના રાજવી અરુલમોળી વર્મનના પરિવારની કથા તમિળ ભાષાની હિટ નવલકથા પોનીયીન સેલ્વનમાં વર્ણવાઇ છે. નવલકથા પરથી મણીરત્નમ સ્ક્રીપ્ટ તૈયાર કરાવી રહ્યા છે અને તેમણે ઐશ્વર્યા રાય બચ્ચને પૂછ્યું હતું કે નેગેટિવ રોલ કરવા તૈયાર છે કે કેમ. ઐશ્વર્યાએ હા પાડી હોવાનું કહેવાય છેકથા દસમી સદીની છે જ્યારે ચોલા વંશના રાજાના મુખ્ય કારભારી તરીકે નિયુક્ત થયેલા પેરિયા પાઝુવેટ્ટારૈયરની ખટપટી સ્વભાવની પત્ની નંદિનીનો રોલ ઐશ્વર્યા કરશે. નંદિનીને ચોલા રાજપરિવાર તરફથી થયેલા કહેવાતા અન્યાયનો બદલો લેવા પોતાના પતિને એવી ખટપટમાં સંડોવી દે છે જેને કારણે ચોલા પરિવાર રાજપાટ ગુમાવી દે છે. નંદિની એક સત્તાભૂખી અને કાવાદાવા કરનારી મહિલા છેઐશ્વર્યાએ અગાઉ ૨૦૦૫માં ખાકી અને ૨૦૦૬માં ધૂમ ટુમાં નેગેટિવ રોલ કર્યો હતો.

(5:25 pm IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૮.૪ ડીગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST

  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST