Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મને સ્પર્ધા કરવી ખુબ ગમે છેઃ અનન્યા પાંડે

ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પર લોંચ થઇ ગયું છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારીયા પણ છે. અનન્યાએ ફિલ્મ જગતમાં એન્ટ્રી સાથે જ એવી વાત કરી હતી કે જો અભિનય કરનારા કલાકારો વચ્ચે સ્પર્ધા થાય તો તેનાથી ફિલ્મ ઉદ્યોગ ખુબ આગળ વધે છે. ૨૦ વર્ષની અનન્યા નવા ચહેરાઓને તક મળે છે તે કારણે બીજા કલાકારોને વધુને વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે. અનન્યાએ તેની ફિલ્મના ટ્રેલર લોન્ચીંગ વખતે કહ્યું હતું કે મને સ્પર્ધા કરવી પસંદ છે. ફિલ્મમાં પણ તમે મારી આ વાત જાણી શકશો. આ ફિલ્મ નવા લોકો માટે પ્રેરક છે. અનન્યાની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ આમ છતાં તે સોશિયલ મિડીયા પર સતત સક્રિય હોવાને કારણે પહેલેથી જ ફેમસ થઇ ગઇ છે. દર્શકો તેની ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે.

(9:36 am IST)