Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સલમાનખાન સમાધાન કરાવામાં સફળ :ટૂંક સમયમાં જ કપિલ શર્માના શો માં થશે 'ગુથ્થી' નું પુનરાગમન

સલમાન ફિલ્મ ભારતના પ્રમુશન માટે કેટરીના કેફ અને સુનિલ ગ્રોવર સાથે કપિલ શર્મા શોમાં નજરે આવશે !!

 

મુંબઈ :આખરે બૉલીવુડ સ્ટાર સલમાનખાન કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન કરવામાં સફળ થયો હોવાના અહેવાલ મળે છે  સલામાન ખાન કપિલ અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાન કરાવી રહ્યાંના હેવાલ હતા ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનિલ ગ્રોવરને કપીલ શર્માના શોમાં પાછા લાવવામાં સફળ થયો છે.

   એવું કહેવાય છે કે સલમાન ખાને અંતે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન કરાવી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ થોડા સમય પહેલા સલમાન ખાને સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા સાથે મુલાકાત કરી, ત્યારબાદથી રિપોર્ટ્સ મળી રહ્યાં છે કે ટૂંક સમયમાં ગુથ્થી કપીલ શર્માના શોમાં પરત ફરશે.
  
સુનિલ ગ્રોવર, સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં નજર આવશે, કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દરમિયાન સલમાન ખાને સુનિલને કપિલ શર્માના શોમાં વાપસી કરવા માટે મનાવી લીધો હતો, વાપસીની વાતો અગાઉ પણ આવી હતી પરંતુ સુનિલ ગ્રોવરે ભારત ફિલ્મ સાઇન કરી લેતા તમામ ચર્ચામાં પૂર્ણ વિરામ લાગી ગયો હતો

   એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે સલમાન પોતાની ફિલ્મ ભારતના પ્રમુશન માટે કેટરીના કેફ અને સુનિલ ગ્રોવર સાથે કપિલ શર્મા શોમાં નજર આવી શકે છે. સાથે સુનિલને સલમાન કપિલના શોમાં ફરી જોઇન કરાવી ટીમને એક કરાવવાની તૈયારીમાં છે.

   છેલ્લા કેટલાક સમયથી કપિલ શર્મા શોની ટીઆરપી સતત ઘટી રહી છે, એવામાં જો પહેલાની જેમ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર મળી જશે તો ટીઆરપીના નવા રેકોર્ડ સર્જાઇ શકે છે

(1:26 am IST)
  • લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર :કેરળના 12,યુપીના 7,છત્તીસગઢના 5 અને અરુણાચલ પ્રદેશના 2 અને આંદામાન-નિકોબારના એક ઉમેદવાર જાહેર :શશી થરૂરને તિરૂવનંતપુરમ અને અરૂણચલ પ્રદેશના પૂર્વ સીએમ નાબા, ટૂંકીને અરુણાચલ પ્રદેશની ટિકિટ અપાઈ :કૈરાનામાં હરેન્દર મલિક,બીજનોરથી ઇન્દિરા ભાટી,મેરઠમાં ઓમપ્રકાશ શરમને અને અલીગઢની ચૌધરી વૃજેન્દ્રસિંહને ટિકિટ access_time 12:55 am IST

  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST

  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST