Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કેબીસીમાં ટંકારા ઝળકયું : અમિતાભ બચ્ચને દયાનંદ સરસ્વતીનો પ્રશ્ન પુછયો

ટંકારા,તા. ૧૫: ગઇ કાલે 'સોની' ટીવી ઉપરથી પ્રસારિત થતા 'કૌન બનેગા કરોડપતિ' ના અમિતાભ બચ્ચને 'ટંકારા' નો પ્રશ્ન પુછયો હતો. જોકે સ્પર્ધક બાળકને તેનો જવાબ ન આવડતા તેણે'વિડિયો કોલ' લાઇફ લાઇનનો સહારો લીધો હતો.

દયાનંદ સરસ્વતી અને આર્યની ભૂમિથી જાણીતું બનેલું ટંકારા કોન બનેગા કરોડોપતિમાં ચમકયું હતું. અમિતાબ બચ્ચને સામે હોટ સીટમાં બેઠેલા બાળકને સ્વામી દયાનંદ સરસ્વતી વિશે પ્રશ્ન પૂછ્યો હતો.

ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. તેઓએ ત્યાં આર્યસમાજની સ્થાપના કરી હતી. બાદમાં ભારતભરમાં આર્યસમાજ સ્થાપ્યા હતા. ક્રાંતિકારી વિચારો ધરાવતા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા હોવાથી મોરબી જીલ્લો હમેશ ગર્વ અનુભવે છે ત્યારે કોન બનેગા કરોડપતિમાં પણ સ્વામી દયાનંદ સરસ્વતી વિષે પ્રશ્નમાં પુછવામાં આવ્યું હતું.કોન બનેગા કરોડપતિમાં ટંકારા અને દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ચમકતા ટંકારાવાસીઓ ગજગજ ગર્વ અનુભવી રહ્યા હતા અને હર્ષની લાગણી છલકાઈ આવી હતી.

ગુજરાતના ટંકારામાં જન્મ લેનાર કઇ હસ્તીએ આર્યસમાજની સ્થાપના કરી અને વૈદિક વિચારધારાને પુનઃ જીવીત કરવાનું કાર્ય કર્યું હતું. તેવો પ્રશ્ન પુછાયો હતો.

જેમાં  ઓપ્શન(અ) ચૈતન્ય મહાપ્રભુ (બ) દયાનંદ સરસ્વતી (ક) રાજા રામમોહનરાય (ડ) રામકૃષ્ણ પરમહંસ આપવામાં આવ્યા હતા.

(12:57 pm IST)