Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ મા શ્વેતા સાથે મસ્તીભેર કર્યુ ફોટોશૂટ

મુંબઈ ;બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બંને હાલમાં સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેમના ફોટા આવતા જ વાયરલ થઈ જાય છે. મા-બેટીની આ જોડી હાલમાં એક બ્રાન્ડનું પ્રમોશન કરતા જોવા મળ્યા. જેના શૂટિંગ વખતે શ્વેતા અને નવ્યાએ ખૂબ મસ્તી કરી. બંનેની મસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે બંનેના ફોટોશૂટે પણ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

(2:09 pm IST)