Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સલમાનખાનના બનેવી આયુષ શર્મા અને વરીના હુસૈનની ફિલ્મ લવરત્રિનું પ્રથમ ગીત રીલિઝ

મુંબઈ :બોલીવુડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા ફિલ્મ 'લવરાત્રિ'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે ફિલ્મનું પ્રથમ સોન્ગ રિલીઝ કર્યું છે  સલમાન ખાને ટ્વીટ કરી ગીતને રિલીઝ કર્યું હતું. તેણે લખ્યું કે "આ ગીત ડાન્સ તો થવો જ જોઇએ'. લવરાત્રિના આ ગીતમાં દર્શન રાવલ અને અસીસ કૌરે અવાજ આપ્યો છે. ગીતના બોલ દર્શન રાવલે લખ્યા છે. 

  લવરત્રિ ફિલ્મને સલમાન ખાન પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલે દ્વારા કરવાામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલરમાં તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આયુષના ફિલ્મની વાર્તા ગુજરાતી રંગ-શૈલીમાં છે. ફિલ્મમાં તેણે 'ગરબા' શીખવનાર શિક્ષકની ભૂમિકા ભજવી છે. આયુષ અને વરીના હુસૈનની લવ સ્ટોરી નવરાત્રિમાં દર્શાવવાની યોજના છે. આયુષે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેણે સલમાન ખાન સાથે લગભગ 4 વર્ષ સુધી તાલીમ લીધી છે.

  ફિલ્મની વાર્તા ગુજરાતના એક શહેરમાં 'ગરબા'થી શરૂ થાય છે. હીરો ફિલ્મી અંદાજમાં તેની હિરોઈનને મેળવવા માટે પ્રયત્ન કરે છે. ફિલ્મમાં રામ કપૂર અને રોનિત રોય પણ મહત્વના પાત્રમાં છે. બન્નેની એન્ટ્રી પછી ફિલ્મની વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. ટ્રેલરના અંતમાં ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઇઝ જોવા મળે છે. તેમાં સલમાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ જોવા મળે છે. લવરાત્રિ સંપૂર્ણ રીતે ખાન કુટુંબની ફિલ્મ છે. દર્શક લાંબા સમયથી ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 5 ઑક્ટોબરના રોજ રિલીઝ થશે.

(1:18 am IST)
  • રાજકોટમાં સાંજે હળવું ઝાપટુ : અસહ્ય ઉકળાટ- બફારાનો અનુભવ access_time 6:37 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી એક મોડલ છે એક હીરો છે ;ચીફ જસ્ટિઝ પટના હાઇકોર્ટ :જસ્ટિઝ મુકેશ રસિકભાઈ શાહ પટના હાઇકોર્ટના ચીફ જસ્ટિઝ બન્યા :રાજ્યપાલ સત્યપાલ મલિકે લેવડાવ્યા શપથ :જસ્ટિઝ શાહ આ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં જજ હતા :1982માં ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરુ કરી હતી :એક ઇન્ટરવ્યૂમાં તેઓએ મોદીને મોડલ અને હીરો ગણાવ્યા હતા access_time 1:30 am IST

  • રાજકોટના ફૂલછાબ ચોકમાં રઘુવંશી મોબાઈલની દુકાનમાં આગ ભભૂકી :ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લીધી access_time 10:54 pm IST