Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કોન્જ્યૂરિંગ સિરીઝની વધુ એક ફિલ્મ આવાની તૈયારીમાં

મુંબઈ:હોલિવુડની ચર્ચિત હોરર ફિલ્મોમાં સ્થાન ધરાવતી કોન્જ્યૂરિંગ સિરીઝની વધુ એક ફિલ્મ આવાની તૈયારીમાં છે. ફિલ્મ અત્યાર સુધીમાં આવેલી ફિલ્મના પહેલા ભાગનો ઉલ્લેખ કરતી જોવા મળે છે. ફિલ્મ નનમાં કોન્જ્યૂરિંગ 2ની પહેલાની સ્ટોરી વિશે બતાવવામાં આવ્યું છે. વોર્નર બ્રોજે નનનું ટ્રેલર રિલીઝ કર્યું છે.ટ્રેલરમાં સૌથી પહેલા એક વોઈસઓવર ચાલે છે, જેમાં ભૂતહા નનના વિચારો વિશે જાણવા મળે છે. તે પછી સિસ્ટર એક ડરામણી અવાજમાં કહે છે એબીનો ઈતિહાસ ખૂબ જુનો છે પરંતુ બધા સારા કારણો માટે નથી. વોઈસઓવરથી ખબર પડી જાય છે કે સ્ટોરી એક એબી અને તેના ઈતિહાસની આજુબાજુ ફરતી જોવા મળશે.

(6:39 pm IST)