Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્‍મોમાં એવેંજર્સ ઇનફીનીટી વોર ચોથા નંબરે

૧૩પ૦૦ કરોડની અધધધ કમાણી ૪૮ દિવસમાં

મુંબઇ તા. ૧પઃ દુનિયામાં ૧ ખર્વથી વધારે કમાણી કરવા વાળી માત્ર ચાર ફિલ્‍મો છે જેમાં એવેન્‍જર્સ ઇન્‍ફીનીટી વોર પણ સામેલ છે. એવેન્‍જર ફિલ્‍મોમાં તે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્‍મ છે.

ભારતમાં ૩૦૦ કરોડના આંકડાને પાર કરનાર ફિલ્‍મોને ઓછલ ટાઇમ બેસ્‍ટ ગણવામાં આવે છે પણ હોલીવુડમાં આ આંકડો બહુ મોટો છે. હોલીવુડમાં ૧ ખર્વની કમાણી કરનાર ફિલ્‍મોની કલબ છે જેમાં અત્‍યાર સુધી ૪ ફિલ્‍મોજ સામેલ થઇ શકી છે અને ચોથી ફિલ્‍મ તરીકે એવેન્‍જર્સ ઇનફીનીટી વોર સામેલ થઇ છે.

એવેન્‍જર્સની આ સફળતા મોટી છે કેમ કે તેણે ફકત ૪૮ દિવસમાં આ સ્‍થાન હાંસલ કર્યું છે. ડીઝની ફિલ્‍મે આ રેકોર્ડની પુષ્‍ટિ કરી હતી અને ઇનફીનીટી વોરને અત્‍યાર સુધીની સૌથી સફળ એવેન્‍જર્સ ફિલ્‍મનો રેકોર્ડ પણ મળ્‍યો. એવેન્‍જર્સે અત્‍યાર સુધીમાં ૧૩પ૦૦ કરોડની કમાણી કરી લીધી છે.

આ સિવાયની ત્રણ ફિલ્‍મોની વાત કરીએ તો ટાઇટેનીક (૧૯૯૭) ૧૪૭૦૦ કરોડ જેને ૧૧ ઓસ્‍કાર મળ્‍યા હતા જે એક રેકોર્ડ છે. ઉપરાંત અવતાર (ર૦૦૯) ૧૮૬૦૦ કરોડ સાથે દુનિયાની સૌથી સફળ ફિલ્‍મ ગણાય છે. રીલીઝ થયાના છ મહિના પછી પણ અવતાર હાઉસફુલ જતી હતી. અને છેલ્લે સ્‍ટાવોર્સ ધ ફોર્સ અવેકન્‍સ (ર૦૧પ) ૧૩૯૦૦ કરોડ. સ્‍ટારવોર ફિલ્‍મોમાં તે સાતમી ફિલ્‍મ હતી જેને સ્‍ટારવોર ફિલ્‍મોમાં શ્રેષ્‍ઠ ગણવામાં આવે છે.

આ આંકડાઓ સુધી પહોંચવા માટે ભારતીય ફિલ્‍મોએ ઘણી મહેનત કમરવી પડશે કેમકે આપણી સૌથી વધારે કમાણી કરનાર ફિલ્‍મો દંગલ અને બાહુબલીની કમાણી ૧૭૦૦ કરોડ છે. જ ે આ ફિલ્‍મોની આજુબાજુમાં પણ ન જઇ શકે.

(4:03 pm IST)