Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ચાહકોને સલમાન ખાનની ઇદી...આજથી 'રેસ-૩' રિલીઝ

લગભગ દરેક ઇદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. આ વખતે તેની રેસ-૩ આવી છે. નિર્માતા રમેશ એસ. તોૈરાની, કુમાર એસ. તોૈરાની અને સલમાન ખાન તથા નિર્દેશક રેમો ડિસુઝાની આ ફિલ્મમાં સંગીત સલિમ સુલેમાન, મીત બ્રધર્સ, વિશાલ મિશ્રા, વિક્કી-હાર્દિક, શિવાય વ્યાસ, ગુરીન્દર સેહગલનું છે. લેખન શૈઝાદ અહેમદે કર્યુ છે. ફિલ્મમાં અનિલ કપૂર રોબર્ટ ડિકોસ્ટા (આર.ડી.)ના રોલમાં, સલમાન ખાન સિકંદરના રોલમા, જેૈકલીન ફર્નાન્ડીઝ જેસિકા, બોબી દેઓલ યશ, ડેઇઝી શાહ સંજના, શાકીબ સુલેમાન સુરજ અને ફ્રેડી દારૂવાલા રાણાના રોલમાં છે. અમિત સાધનો પણ મહત્વનો રોલ છે.

પાંચ પાંચ વર્ષના અંતરે રેસની ફિલ્મો આવી છે. ૨૦૦૮માં રેસ આવી હતી. એ પછી ૨૦૧૩માં રેસ-૨ આવી હતી. હવે પાંચ વર્ષ બાદ રેસ-૩ આવી છે. આ વખતે સુપરસ્ટાર સલમાન ખાન આ સિરીઝમાં જોડાયો છે. નિર્દેશન અબ્બાસ-મસ્તાનને બદલે રેમોને સોંપાયું છે. 

રેસ સિરીઝની ફિલ્મોની કહાનીમાં ડબલ ક્રોસ, ષડયંત્ર, દગાખોરી અને એવું બધુ હોય છે. રેસ-૩માં પણ આ મસાલો હશે. જે દેખાય છે એ સાચુ નથી હોતું...આ લાઇન આસપાસ કહાની ઘુમે છે. સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હોવાથી કહાની સ્પષ્ટ કરવામાં આવી નથી. પણ ઘણા બધા ઉતાર-ચઢાવ અને રોમાંચ આ વખતે જોવા મળશે. ફિલ્મનું શુટીંગ કાશ્મીરમાં પણ થયું છે.

(9:53 am IST)