Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પ્રથમવાર એવોર્ડશોના સંચાલક તરીકે જોવા મળશે રોહિત શેટ્ટી

મુંબઈ:સુપરહિટ અને ૧૦૦ કરોડની ક્લબ સ્થાપે એવી ફિલ્મો આપી ચૂકેલા ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી હવે એક એવોર્ડ સમારોહના સંચાલક તરીકે કામ કરવા સંમત થયા હોવાની જાણકારી મળી હતી.ફિલ્મો ઉપરાંત તેમણે ખતરોં કે ખિલાડી જેવા કેટલાક હિટ ટીવી રિયાલિટી શો પણ સફળતાપૂર્વક કરી બતાવ્યા હતા. હવે પહેલીવાર એ કોઇ એવોર્ડ સમારોહના સંચાલક તરીકે દેખાશે.

ચાલુ માસની ૧૯મીએ યોજાનારા ઝી ટીવી એવોર્ડ સમારોહના સંચાલક તરીકે સેવા આપવા એ સંમત થયા હોવાની માહિતી ઝી ટીવીના એક પ્રવક્તાએ આપી હતી. આ પ્રવક્તાએે કહ્યું કે રોહિતમાં એક જન્મજાત રમૂજ છે. એની રમૂજ ડંખ વિનાની અને સચોટ હોય છે.રોહિત સાથે કોમેડિયન સુનીલ ગ્રોવર પણ આ શોના સહસંચાલક તરીકે દેખાશે. 'આમ તો આ બંને ઉત્તર દક્ષિણ જેવા છે. પરંતુ તેમની વચ્ચેની એકમાત્ર સમાનતા રમૂજવૃત્તિ છે એટલે આ બંને જોરદાર સંચાલકો બની રહેશે એવું અમને લાગે છે' એમ આ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું.

(5:47 pm IST)