Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ટીના દત્તાએ ઇન્સટ્રાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કર્યા

મુંબઈ:ટીવી સીરિયલ ઉતરનથી લોકપ્રિય થયેલી ટીના દત્તા ઘરેઘરમાં સંસ્કારી ઈચ્છા તરીકે પ્રખ્યાત થઈ છે. અવારનવાર તે પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. તાજેતરમાં પણ ટીનાએ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. પરંતુ આ વખતે તે વધારે જ બોલ્ડ બની ચુકી છે.

ટીના દત્તા હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. કારણ કે તેણે વર્ષ 2018ના કેલેન્ડર માટે એક ન્યૂડ મેલ મોડલ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં ટીનાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. તે એક ન્યૂડ મોડલની ઉપર અત્યંત ટૂંકા કપડા પહેરીને બેઠેલી જોવા મળે છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં પણ શેર કરવામાં આવ્યા છે. જો કે ટીનાએ શેર કરેલા એક ફોટોમાં તેણે કેપ્શન પણ ખાસ લખ્યું છે. આ ફોટોના કેપ્શન પર પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ટીનાએ લખ્યું છે કે ક્યારેય તે સિંગલ હોય છે અને આ ટાઈમમાં તે ચિંતામુક્ત હોય છે. તેને કોઈની પરવા કરવી પડતી નથી.

(5:47 pm IST)